અસ્સ્લમુઅલયકુમ વ.વ.,
“અલહમ્દુ લિલ્લાહી રબ્બીલ આલમીન વલ આકીબતુ લીલ્મુત્તકીન વસ્સલાતુ વસ્સ્લામુ અલા સય્યદીલ મુરસલીન”
અલ્લાહ તઆલાના ફઝલો કરમ અને મદદ તથા ઈનાયત વગર ન ગુનાહથી બચી શકાય છે અને ન નેકીઓ થઈ શકે છે. અમે અલ્લાહ તઆલાની હમ્દ ષના કરીએ કે તેણે અમો મુસલમાનોને કામીલ નેઅમતો અને ફઝલથી નવાઝ્યા, અને તમામ ઉમ્મતોમાં બહેતર ઉમ્મતમાં મોકલ્યા અને અમારી તરફ એવા નબી(સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ને મોકલ્યા જે ફખરૂલ અમ્બીયાં અને સય્યદુલમુરસલીન છે. વસલ્લાહુ તઆલા અલય.
બાદ હમ્દ સલાત જણાવ્વાનુકે આ ફીત્નાઓનાં દૌરમાં મુસલમાન ફીત્નાનો શીકાર બનતોજ રહે છે. કોઈ માલના ફીત્નામાં, કોઈ પોતાના વર્ચસ્વના ફીત્નામાં, કોઈ ઔલાદના ફીત્નામાં, કોઈ અભીમાનના ફીત્નામાં, કોઈ હસદ-અદાવતના ફીત્નામાં, રચ્યોપચ્યો રહે છે. એના કારણે તે ભુલી જાય છે કે તે મુસલમાન છે અને તે એવા નબી(સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)નો ઉમ્મતી છે જે દુનીયામાથી આ બધા ફીત્નાઓ દુર કરવા માટે આવ્યા હતા. અને આજે અમો એ જ ફીત્નાઓને પોતાની જીદંગીનો મોટૉ હીસ્સો બનાવી પોતાનુ અને સમાજનુ નુકસાન કરી રહ્યા છીએ. જરા સોચો ! આનાથી અલ્લાહ તાઆલા કેટલો નારાઝ થતો હશે. સરકારે દોઆલમ (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ને કબરે અત્થહર મુબારકમાં કેટલી તકલીફ પોહચતી હશે. મુસલમાનની આ શાન નથી કે તે આકા (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ને તકલીફ પોહચાડે, આજે મુસલમાન દીને ઈસ્લામથી જેટલો દુર થતો જાય છે અને નબી (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ની સુન્નતોનુ છડેચોક ઉલઘંન કરે છે એટલે અલ્લાહ તાઆલાએ જે કામો કરવાના કહ્યા છે તે કરતાં નથી તો અલ્લાહ તાઆલા પણ અમને નહી કરવાના કામોમાં નાંખી દે છે. જેમકે ઝુટ, ગીબત, ફીત્નાઓમાં, ટંટો-ફસાદ, લડાઈ ઝગડા, બીદઅત,ગુમરાહી અને શીર્કમાં મુબ્તલા કરી દે છે. જેનાથી અમારી દુનીયા અને આખેરત ખરાબ થાય છે. માટે ભાઈઓ જરા વિચારો ! અને પોતાની જાત ઉપર રહેમ ખાઓ અને અલ્લાહ તાઆલાનાં હુકમ અને રસુલ્લુલ્લાહ (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)નાં તરીકાઓને પોતાની ઝીંદગીમાં અપનાવો જેથી અમારી દુનીયા અને આખેરત ખુશહાલ બને.
શૈતાન એ અમારો મોટો દુશ્મન છે. અને તે અલગ અલગ તરીકાથી માનવજાતને ઈમાન અને યકીન થી દુર કરવાની તરકીબો કરતો રહે છે. જેથી અમે જન્નતવાળા રસ્તાથી હટીને જહન્નમવાળા રસ્તા તરફ વળી જઈએ. અને અમારી દુનીયા અને આખેરત ખરાબ થાય. તે અમને એવા એવા કામો અને ગુનાહોમાં પરોવી દે છે. જેને અમે ગુનાહ સમજતા જ નથી. અને આગળ જઈને તે મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે. અને છેવટે લડાઈ ઝગડો અને ખુના મરકી સુધી પોહચાડી દે છે. જેના પરીણામો અમારે જ ભોગવ્વાના રહે છે.
બીજો અમારો મોટો દુશ્મન અમારો નફ્સ છે. જે અમારી અંદર રહીને અમને બરબાદ કરે છે. અભિમાન, ગુસ્સો, લાલચ, ઈર્ષા વગેરેથી અમારો અંદરથી બગાડો કરે છે. અને તેના પરિણામો પણ અમારે જ ભોગવ્વાના રહે છે.
આજે અમે દીનનાં તાબે થવાના બદલે દીનને અમારા તાબે કરવામાં લાગી પડ્યા છે, જેને લીધે આ બધી મુસીબતો ઊભી થતી હોય છે. જરા જરા વાતમાં લડાઈ, કોઈ વાતની પુરેપુરી જાણકારી લીધા વગર બેધડક એક બીજા ઉપર આક્ષેપ કરી નાંખવો. રીશ્તા નાતા તોડી નાખવાં, પછી અલ્લાહની મદદ ક્યાથી અમારી સાથે હોય? શું કામનું એવુ એજ્યુકેશન? અને શું કામની અમારી હોશયારી? જરા સોચો ! જરા વિચારો ! કે અમે ક્યા જઈ રહ્યા છે. હજુ પણ સમય છે. અલ્લાહ તાઆલાને મનાવી લો અને હુઝુર (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ની સુન્નતોને પોતાની ઝીદંગીમાં મુહબ્બતની સાથે ઉતારી લો, પછી જુઓ કેવી કામ્યાબી અને ખુશાલી જીવનમાં આવે છે અને અમારો સમાજ બીજાઓ માટે પ્રેરણારૂપ બનશે
અને જે અદંરોઅંદર એકબીજાને લડાવે છે. તથા પરદા પાછળ રહીને આખા સમાજ પર વાર કરે છે તે તો શૈતાનનો ભાઈ છે. તે ઝાલીમ ઉપરતો અલ્લાહની લાનઅત ઉતરે છે. જેના લીધે તેની દુનીયા અને આખેરત બન્નેવ બરબાદ થશે. માટે મારા ભાઈઓ આવા ઝાલીમોની વાતોને ધ્યાનમાં ન લેતા સબર ઈખ્ત્યાર કરો અને અલ્લાહથી જ મદદ તલબ કરતાં રહો અલ્લાહ બેહતર મામલો ફરમાવશે.
અને સમાજનાં બુર્ઝુગો, આગેવાનો જ્યારે જ્યારે આપણા સમાજમાં કોઈ ટંટો-ફસાદ કે લડાઈ ઝગડા ઊભા થાય છે,ત્યારે તેને દુર કરવા તન-મન-ધનથી પ્રયત્નો કરતાં જ હોય છે, અને એની સાથે જો ઉલેમાઓથી તેના નીકાલ માટેનાં સલાહ મશવેરા કરીશુ, તથા દરેક કાર્યમાં એઓ હઝરાતે કીરામની રહબરીમાં રહીશું તો એમના ઈલ્મથી સમગ્ર સમાજને નુરવંતો ફાયદો થશે
માટે મારા અઝીઝો જે કામો કરવાના અલ્લાહ તાઆલાનો હુકમ છે, તે જાણકારોથી જાણો અને એમા આપણી ન ચલાવતા એ હુકમોને પુરા કરો, અને હુઝુર (સલ્લલાહુઅલહી વસ્સલ્લમ)ની સુન્નતોને અઝમતની સાથે અપનાવો તો જ દુનીયા અને આખેરતમાં કામીયાબ થઈશુ નહી તો આખી જીદંગી ભય, ફીત્ના, ટંટો-ફસાદ, લડાઈ ઝગડા, બીદઅત,ગુમરાહી અને શીર્કમાં સબડતાં રહીશુ, અને આખેરતમાં પણ અઝાબે ઈલાહીનાં મુસ્તહીક થઈશુ. અલ્લાહ અમને દીને ઈસ્લામની સહી સમજ આપે અને અમલની તૌફીક આપે.(આમીન)